નાગ અથવા સર્પ નામ ધરાવતી વનસ્પતિ
સામાન્ય રીતે ભાષા મુજબ વનસ્પતિના નામ બાદલતા રહે છે. પણ વનસ્પતિ ના વૈજ્ઞાનિક નામ તો બધીજ જગ્યા એ સરખા જ રહેછે. કેટલીક વનસ્પતિઓ ગુજરાતી કે અન્ય ભાષામાં નાગ કે સર્પ ધરાવતી હોય.
1. નાગ કેશર
નાગકેશર નું વૈજ્ઞાનિક નામ મેસુઆ ફેરિયા છે.નાગકેશર વૃક્ષ સ્વરૂપ ની વનસ્પતિ છે જેને બીજ દ્વારા ઉછેરવામાં આવે છે.
નાગ કેશર ના પુષ્પો અને કળીઓ આયુર્વેદિક ઔષધ તરીકે લોહીવા, દુઝતા, હરસ,અને પ્રદર માં વપરાય છે.
2. નાગરવેલ
નાગરવેલ નું વૈજ્ઞાનિક નામ પાયપર બીટલ છે.નગર વેલ એક આરોહી વનસ્પતિ છે.નગરવેલ ઘણા પ્રકાર ની હોય છે. તેના પ્રકાર ને આધારે તેમાં તીખાશ અને સ્વાદ હોય છે. નાગરવેલ ના પાંદ ઔષધતરીકે અને મુખવાસ તરીકે ચવાય છે. નાગરવેલ ને કટકા કલમ કરી ને વાવવા માં આવે છે.
નાગરવેલ ના પાંદ ની વેરાયટી જેવીકે કાપુરી, બનારસી, કલકત્તી અને મીઠી છે.
3. નાગલી
નાગલી વૈજ્ઞાનિક નામ ઈલ્યૂસીન કોરેકાના છે.નાગલી ધાન્ય કુળ ની વનસ્પતિ છે.જેને બીજ દ્વારા ઉગાડવાંમાં આવે છે.નાગલી ને રાગી બાવટો અને નાચણી વગેરે નામે ઓળખાય છે.નાગલી રાતું ધન્ય છે જે લોહતત્વ થી ભરપૂર હોય છે.નાગલી ના પુષ્પ ની ડુંડી સાપ ની ફેણ જેવી દેખાય છે.નાગલી ધન્ય માંથી રોટલા, રાબ, બિસ્કિટ બનાવી શકાય છે.
4. નાગદમન
નાગદમન નું વૈજ્ઞાનિક નામ ક્રાયનમ એસિયાટિકમ છે. નાગદમન એ એક બહુવર્ષાયુ છોડ સ્વરૂપ ની વનસ્પતિ છે.જેને કંદ વડે ઉછેરવામાં આવે છે.નાગદમન ને નાગપત્રા અને સુદર્શન પણ કહે છે. નાગદમન ને સુશોભન માટે બાગ-બગીચા માં ઉછેરવા માં આવે છે. નાગદમન ના પુષ્પો સફેદ રંગ ના હોય છે.
સર્પકંદ નું વૈજ્ઞાનિક નામ એરિસોમા ટૉચયુલોઝમ છે.
સર્પકંદ બહુવર્ષાયુ છોડ સ્વરૂપ ની વનસ્પતિ છે જે બીજ અને કંદ વડે જંગલ વિસ્તાર માં ઉગે છે અને ઉછેરાય છે
.સર્પકંદ નો પુષ્પવિન્યાસ દૂર થી નાગ ની ફેણ જેવો દેખાય છે.
6. નાગપુષ્પ
નાગપુષ્પ નું વૈજ્ઞાનિક નામ કૌરોપિટા ગ્વીએનેન્ચીસ છે.નાગપુષ્પ કૈલાશપતિ, તોપગોળો,શિવલિંગ વગેરે તરીકે ઓળખાય છે
.નાગપુષ્પ ને બીજ વડે ઉછેરવામાં આવે છે.ખીલેલા પૂષ્પોમાં પુંકેશર અને સ્ત્રીકેશર તેમજ પાંખડીઓ ની રચના શિવલિંગ ના થાળા અને ફેણ માંડેલા સર્પ જેવિ દેખાય છે.
સર્પગંધા નું વૈજ્ઞાનિક નામ રૌવોલ્ફિયા સર્પેન્ટીના છે.જે એક બહુવર્ષાયુ વનસ્પતિ છે.જને બીજ વડે ઉછેરવા માં આવે છે
.સર્પગંધા ના મૂળ ઔષધતરીકે લોહીના ઉંચા દબાણ,અનિંદ્રા વિગેરે માનસિક વિકાર ની સારવાર માટે વપરાય છે.
નાગફણી નું વૈજ્ઞાનિક નામ સેન્સીવીરિયા ટ્રાયફેસાયએટા છે. નાગફણી એ બહુવર્ષાયુ છોડ છે.તેના પાંદડા કાબરચીતરા હોય છે અને નાગ જેવા દેખાય છે
.નાગફણી શુશોભન માટે કુંડા માં તેમજ જમીન પર ઉછેરવામાં આવેછે.
9. વછનાગ
વછનાગ નું વૈજ્ઞાનિક નામ એકોનીટમ નેપૅલેસ છે. વછનાગ છોડ સ્વરૂપ ની વનસ્પતિ છે જે હિમાલય વિસ્તાર માં થાય છે
,વછનાગ નું માંસલ મૂળ તીવ્ર ઝેરી હોય છે.પરંતુ તેને શુદ્ધ કરી ને નાની માત્ર માં ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
નાગબલા નું વૈજ્ઞાનિક નામ ગ્રેવિયા ટેનેક્ષ છે
.નાગબલા ને ગંગેટી, ગંજેટી,બાજોઠિયું વગેરે કહેછે નાગબલા ક્ષુપ સ્વરૂપ ની વનસ્પતિ છે જે બીજદ્વારા વનવગડા માં થાય છે.નાગબલા ના કાચા ફળ ખવાય છે.
0 Comments