નાળિયેરી માં આવતી સફેદ માંખી અને તેને અટકાવવા ના ઉપાય




આ સફેદ માખી અતિશય આક્રમક રીતે નાળિયેરી પર  હુમલો કરે છે, ભારતમાં પ્રથમ વખત આ સફેદમાખી [ Aleurotrachelus atratus Hempel] ની ઓળખ  2019 ની શરૂઆતમાં નાળિયેરી (Cocos nucifera) પર થઇ હતી. 

આ એક ઉષ્ણકટીબંધ ની સફેદ માખી છે, મૂળરૂપે  આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણમાં પણ જોવા મળે છે.  અમેરિકા, મધ્ય અમેરિકા, કેરેબિયન અને યુરોપમાં તે સફેદ માખી 110 વનસ્પતિ જાતિઓને નુકશાન પહોંચાડવા ના  અહેવાલ છે. અરેકેસી, રુટેસી, સોલનેસી, સાયકેડેસી અને લુરેસી જેવા વનસ્પતિ ના કુળ ને નુકશાન  કરે છે., ભારતમાં મળ્યું કે તે  નાળિયેર, સોપારી , તેલ પામ અને સુશોભન ના પામ પર ઉપર હુમલો કરે છે. 

પહેલાં આસફેદ માખી કર્ણાટકનો મધ્યા જિલ્લા સુધી  મર્યાદિત હતી.

લક્ષણો   

 

સફેદ માખી પર્ણ ની સપાટી પર એક જૂથ માં વસવાટ કરે છે અને સફેદ મીણ માસ પેદા કરે છે જે પછી કાળા રંગ નું એક સ્તર બનાવી દેય છે. જયારે તેના જંતુ ઇંડા માંથી બહાર આવે ત્યારે  બંને પુખ્ત વયના જંતુ  યજમાનમાંથી પોષક તત્વોને ચૂંચવાનું શરુ કરે છે.

તેના કારણે પાંદડાં સુકાવવા લાગે છે. સુકાયેલા પાંદ ખરી પડે છે અને તેના દ્વારા પરોક્ષ નુકસાન થાય છે. આ જંતુ જે મીણ જેવો પદાર્થ પેદા કરે છે તમે ફૂગ પણ થાય છે.

અટકાવવાના ઉપાય 

1.બગીચા નું  સતત દેખરેખ કરવું જોઈએ કારણ કે વિવિધ યજમાન  છોડ પર  આ સફેદ માખી  પરોપજીવી જીવન જીવે છે. 

2. જીવાતથી અસરગ્રસ્ત રોપાઓ નો ઉપયોગ  ટાળો.

3.બગીચા ની અંદર શિકારી જીવડાં સ્યુડોમલાલડા (ડિકોચ્રીસા) એસપી. એનઆર. એસ્ટુર@ 1000 ઇંડા / હેક્ટર 15 દિવસ અંતરાલ માં આપવા.

4. બે સ્પ્રે એન્ટોમો રોગકારક ફૂગ ઇસારિયા ફ્યુમોસોરોસીયા (પીએફયુ -6) 15 દિવસના અંતરાલમાં લિટર.