ગુજરાત માં મશરૂમ ની ખેતી
ઢીંગરી મશરૂમ ની ખેતી
ઢીંગરી મશરૂમને ઓઈસ્ટર મશરૂમ પણ કહેવામાં આવે છે જે બેસીડીયોમાઈટ વર્ગની અને રોટસ જાતિની રેતાપ્રિય ફૂગ છે . આ મશરૂમ ઠંડા તથા ગરમ પ્રદેશોના જંગલોમાં સુકા તથા કોહવાયેલા લાકડાના ટુકડાઓ ઉપર અથવા સુકા - નરમ થડ ઉપર કુદરતી રીતે ઉગી નીકળે છે તેમજ કોહવાયેલા સેન્દ્રિય પદાર્થો ઉપર પણ ઉગે છે.
મશરૂમ માટે ઓરડા ની વ્યવસ્થા
હવા ઉજાસવાળા , પવન અને વરસાદથી રક્ષિત ૨૦-૩૪ ° સે . તાપમાન જાળવી શકાય તેવા બંધ મકાનમાં અથવા વાંસથી બનાવેલ કાચા મકાનમાં મશરૂમની ખેતી કરી શકાય છે . આ મકાનમાં એક મીટરના અંતરે ૬૦સે.મી. પહોળી વાંસની પાલખ તૈયાર કરી રાખવી
ક્યાં ઉછેરાય
ઢીંગરી મશરૂમ |
>ગરમ પાણી નો ઉપયોગ
એક વર્ષ જુના નહીં અને કાપણી પછી પાણી ના લાગેલ હોય એવા ઘઉં / ડાંગર / રાગીના પૂળા પસંદ કરી કંઠીવાળો ભાગ કાપી બાકીના ભાગના નાના નાના ૪-૬ સે.મી. ના ટુકડા કરી ઓછામાં ઓછા ૬ કલાક સુધી સ્વચ્છ પાણીમાં ડૂબાડી રાખો જેથીપરાળ સારી રીતે પાણીનું શોષણ કરી શકે .
ત્યારબાદ આ ભીની પરાળને દ 0 દ ° સે તાપમાને ર0-30 મિનિટ સુધીત્યારબાદ આ ભીની પરાળને ૬૦-૬૫ ° સે . તાપમાને ૨૦-૩૦ મિનિટ સુધી ઉકળતા પાણીમાં ડૂબાડી રાખો અથવા આ ટુકડાને ચોવીસ કલાક પાણીમાં બોળી રાખી ત્યારબાદ તેને ગરમ પાણીની વરાળ આપી ઉપચાર કરવો .
આ ટુકડાને પાણીમાંથી કાઢી ચોખ્ખા ઢાળવાળા પ્લેટફોર્મ પર પાથરી વધારાનું પાણી નિતારી કાઢો . પરાળ પ્લેટફોર્મ પર નાખતાં પહેલા પ્લેટફોર્મ પર ૨ % ફોર્મલીનના દ્રાવણ નો છંટકાવ કરવો
>રાસાયણિક દવા નો ઉપયોગ
ગરમ પાણી દ્વારા ઉપચારની પ્રક્રિયાને નાના સ્તરે અપનાવવું યોગ્ય છે પરંતુ મોટા સ્તરે આ પ્રક્રિયા વધારે ખર્ચીલી સાબિત થઈ શકે છે . આના વિકલ્પ તરીકે રસાયણિક પ્રક્રિયા અપનાવી શકાય .
રાસાયણિક પ્રક્રિયા માટે ૨૦૦ લીટરના પીપમાં ૯૦ લીટર પાણી લઈ તેમાં ૧૦-૧૨ કી.ગ્રા . પરાળને ડૂબાડો . ત્યારબાદ એક ડોલમાં ૫ ગ્રામ કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વેટબલ પાઉડર અને ૧૨૫ મિ.લી ફોર્મેલીનનું ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવો .
આ દ્રાવણને પીપમાં બરાબર મિશ્રણ કર્યા બાદ પીપ ને પોલીથીન ઢાંકી ને રહેવા દો .
લગભગ 12 થી 14 કલાક પછી પરાળ ને કોઈ સીટ કે પછી લોખંડ ની જાળી ઉપર 2 થી 4 કલાક સુધી રહેવા દેવાથી વધારાનું પાણી નિતરી જાય છે અને ફોર્મેલીનની ગંધ નીકળી જાય છે .
મશરૂમ બિયારણ કઈ રીતે નાખવું
મશરૂમના હમેશાં તાજા બીજ વાપરવા જે ૩૦ દિવસથી વધારે જૂના ના હોવા જોઈએ .
મશરૂમનું બીજ હંમેશાં માન્ય , જાણીતી અને અનુભવી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો . ગરમીની ઋતુ માં પ્યુરોટસ સાજોર કાજૂ , હુરોટસ લેબિલેટસ , પ્યુરોટસ એપીડસ , પ્યુરોસ જામોર અથવા પ્લોટસ સાઈટ્રીનો પીલીએટસની વાવણી કરવી જોઈએ .
ઠંડીની ઋતુમાં જ્યારે વાતાવરણનું તાપમાન ૨૦ ° થી ઓછું હોય ત્યારે પ્લોટસ ફલોરિડા અથવા પ્લોટસ કોન્કોપીયાનું વાવેતર કરવું જોઈએ .
નિતારેલ પરાળના ટુકડાનો ૪ સે.મી. નો થર પ્લાસ્ટીકની બેગમાં નીચે કરી તેના પર સ્પૉન ( મશરૂમ બિયારણ ) થોડું લઈ ફરતે ભભરાવો .
તેના પર બીજો થર જસે.મી. નો કરી તેના પરસ્પૉનની વાવણી કરો .
આ પ્રમાણે મોટી પ્લાસ્ટીકની બેગમાં ૫-૬ પરાળના થર અને સ્પોન તેના પર ભભરાવો .
તૈયાર બેગનું માં હવાની અવરજવર થઈ શકે તે પ્રમાણે રબર બેન્ડથી બંધ કર્યા બાદ બેગની ફરતે નાના નાના છિદ્ર ( કાણા ) કરો અને ૧૫-૨૦ સે.મી. ના અંતરે આવી બેગ પાલખ પર ગોઠવો. ( ઓછી જગ્યામાં વધુ બેગ રાખવા માટે વાંસની પાછળ પર કોથળીઓ લટકાવી પણ શકાય અથવા જમીન પર સિલિન્ડર પણ બનાવી શકાય છે ) , બેગોમાં અઠવાડિયામાં એક વાર અવશ્ય જોવી જોઈએ કે બીજ ફેલાય રહ્યા છે કે નહી .
કોઈપણ બેગમાં લીલા , કાળા કે ભૂરા રંગની ફૂગ દેખાય તો એવી બેગને ઉત્પાદન રૂમમાંથી બહાર કાઢી દૂર ફેકી દેવી જોઈએ .
બેગને ૧૫ થી ૨૦ દિવસ સુધી ૨૦ થી ૩૪ ° સે . તાપમાન અને ૩૫ ૮૦ % ભેજવાળા ચોખ્ખા બંધ રૂમમાં રાખી દિવસના રોજ ત્રણ વખત સવાર , બપોર , સાંજ રૂમની દીવાલ અને ભોંયતળિયે ચોખ્ખા પાણીનો છંટકાવ કરતા રહેવાથી સફેદ ફૂગથી માધ્યમ આચ્છાદિત થઈ જશે .
૧૫ થી ૨૦ દિવસ બાદ પરાળ અથવા માધ્યમ જયારે સફેદ ફૂગથી આચ્છાદીત થઇ જાય ત્યારે તેના પરની પ્લાસ્ટિક બેગને કાપીને દુર કરો.
ત્યારબાદ પ્લાસ્ટિક વિનાના આ ચોસલાને પાલખ પર ગોઠવી દિવસમાં બે થી ત્રણ વાર પાણી છાંટી રૂમમાં ૭૦ થી ૮૦ % ભેજ જાળવી રાખવો , જરૂર પડે રૂમની દીવાલ અને ભોંયતળિયે પણ પાણી છાંટો .રૂમમાં ૧ થી ૨ કલાક હવા ઉજાસ મળી રહે તે માટે બારી ખોલી આછો પ્રકાશ મળે એવી વ્યવસ્થા કરો .
જરૂરી વ્યવસ્થા
૧. ઘઉં / ડાંગર રાગીની પરાળ
૨. ઢીંગરી મશરૂમનુ બિયારણ
૩. કાર્બનડેઝીમ / ફોર્મેલીન / મેલાથીયોન જંતુનાશકો
૪ . પરાળ ને ઉકાળવા સ્ટીલનું તપેલું અથવા પીપ.
૫. પ્લાસ્ટિકની બેગ
૬ , બેગ બાંધવા માટે દોરો / રમ્બર
૭. મશરૂમનું ઘર બાંધવા માટે વાંસ , દોરી અથવા જી.આઈનો તાર , તાડપત્રી , ફરતે બાંધવા માટે કંતાનના કોથળા વગેરે
૮. પાણી છાંટવા માટેનો પંપ
૯ , તાપમાન અને ભેજ માપવા માટેનું હાઈડ્રોમીટર ( ડિજિટલ ).
મશરૂમની ખેતીના ફાયદા
૧. કોઈ પણ પ્રકારના લિગ્નાઇટ અને રેસાયુક્ત કૃષિજન્ય કે જંગલી કચરા ઉપર સહેલાઈથી ઉગાડી શકાય છે .
૨. આ મશરૂમની ઘણી બધી પ્રજાતિઓ હોવાથી આબોહવાને ધ્યાનમાં લઈને પ્રજાતિની પસંદગી કરી આખા વર્ષ દરમ્યાન ઉગાડી શકાય છે .
૩. મશરૂમ ઉગાડવાના માધ્યમને સરળતાથી બનાવી શકાય છે .
૪. આ પ્રજાતિના મશરૂમ બીજી પ્રજાતિની સરખામણીમાં તાપમાન , ભેજ , કાર્બન
૫. આ મશરૂમને સહેલાઈથી સુકવી અને સંગ્રહી શકાય છે . તાજા મશરૂમની જીવનશક્તિ ઓરડાના તાપમાને ૨૪ થી ૪૮ દિવસની છે .
મશરૂમ ની પ્રોડક્ટ |
૬. અન્ય ખેતીલાયક મશરૂમની સરખામણીમાં આ મશરૂમની ઉત્પાદકતા વધુ છે . એક ટન ઘઉં કે ડાંગરના પરાળમાંથી ૪૦-૬૦ દિવસોમાં પ 00 કિ . ગ્રા . તાજા ઢીંગરી મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે જયારે એટલા જ જથ્થાના પરાળમાંથી ૧૦૦-૧૨૦ દિવસોમાં આશરે ૨૦૦ કિ.ગ્રા . તાજા બટન મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે
ક્યારે ઉતારવા જોઈએ.
મશરૂમની કાપણીનો ચોક્કસ સમય તેના ફળના આકાર અને કદ ઉપરથી નક્કી કરવામાં આવે છે .
કાચા મશરૂમની ટોચની કિનારીની ધાર જાડી અને નીચે તરફ વળેલી હોય છે જયારે કાપણી માટે તૈયાર થયેલા મશરૂમની ટોચ પાતળી અને અંદરની બાજુએ વળેલી હોય છે .
ફળ અંકરોમાંથી બીજાણુઓ છટા પડે તે પહેલા વળ આપીને ફળ ઉતારવા કે જેથી પરાળ ઉપર તેના અવશેષો રહી ન જાય .
મશરૂમ એક જ જગ્યાએથી એક સાથે ઉતારવાની સલાહ છે કે જેથી નવી ફૂટ એકસાથે આવે .
કાપણી બાદ દાંડી સાથે ચોંટેલા ટૂંઠા ચપ્પા વડે દૂર કરવા .
વેચાણ માટે તાજા મશરૂમને કાંણાવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરવા .
મશરૂમને સુતરાઉ કાપડ ઉપર છુટા છુટા પાથરીને સૂર્યપ્રકાશમાં અથવા ઝાંખા પ્રકાશમાં અથવા ઓવનમાં ૪૦ થી ૫૦ ° સે . તાપમાને મૂકી સુકવણી કરવી .
કોઈપણ જાતના સ્વાદમાં તફાવત વગર ૨-૪ % ભેજવાળા હવાચૂસ્ત વાતાવરણમાં મશરૂમનો સંગ્રહ ૩-૪ માસ સુધી કરી શકાય . સુકવેલ મશરૂમને ફરીથી ૪૦ - પ ૦ સે .
ગરમ પાણીમાં પલાળતો ૨૦-૩૦ મિનિટમાં ૮૦ ૯૦ % જેટલું વજન ફરીથી મેળવી શકાય છે .
મશરૂમની ખેતી દરમ્યાન લેવામાં આવતી કાળજીઓ
આ મશરૂમના ખેતી કાર્યોમાં રોકાયેલા ઘણા લોકોને બીજાણુઓને શ્વાસમાં લેતા આડઅસરો ઉત્પન્ન થતી જોવા મળે છે .
જેમાં માથાના દુઃખાવો , વધુ તાવ , સાંધાનો દુઃખાવો , કફ અને ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે .
પરંતુ ઓરડાની મુલાકાત લેતા બંધ થવાથી આ લક્ષણો દૂર થઇ જાય છે .
આથી જયારે પણ કામ કરવામાં આવે ત્યારે નાક ઉપર માસ્ક ( બુરખો ) પહેરી રાખવો અને મશરૂમની ખેતી કાર્યો બાદ કપડાં બદલવા જરૂરી છે .
બીજાણુઓનો ફેલાવો અટકાવવા માટે વેન્ટિલેશનમાં એર- ફિલ્ટર લગાડવા .
0 Comments