આંબા માં જોવા મળતો ગુચ્છાદાર પાંદડા નો રોગ


લક્ષણો
આ રોગ ફુઝેરિયમ મેંન્ગીફેરા ફૂગ  જાતિના કારણે થાય છે.

 વાનસ્પતિક  ખોડખાંપણ સામાન્ય રીતે યુવાન રોપાઓ પર જોવા મળે છે.

 રોપાઓ નાના ભીંગડાવાળા પાંદડા વળી ડાળી ઓ ઉત્પન્ન  કરે છે,


 જે  ગુચ્છ સ્વરૂપે ડાળી ના ટોચ પર એકસરખા દેખાય  આવે છે.

 રોપાઓ નો વિકાસ  અટકેલો  રહે છે અને છેવટે મૃત્યુ પામે છે.
  ફુલોમાં  પણ ગુચ્છા સ્વરૂપે  દૂષિતતામાં જોઇ શકાય છે. 
મોટા ફૂલોના કારણે ડાળી  ભરાયેલી  દેખાય છે . 


પાંદડા અને  કૂણપ જેવા વધતા ભાગો નબળાં  અને બરડ પાંદડાવાળી  કૂણપ  પેદા કરે છે. 
તંદુરસ્ત છોડ કરતાં પાંદડા નોંધપાત્ર રીતે નાના હોય છે. 
સામાન્ય અને ખામીયુક્ત વૃદ્ધિ બંન્ને  એક સાથે એક છોડ પર હોઈ શકે છે.

ક્યાં પાક માં જોવા મળે ??
>આંબા (mango)

કોના દ્વારા ફેલાય ??
 આ રોગ ખામીયુક્ત  રોપા ના કારણે ફેલાય છે.
જમીન માં વધુ ભેજ, 
ઉધઈ નો ઉપદ્રવ,  ફૂગ, વાઇરસ, નિંદામણ નાશક દવાના વધુ છંટકાવ, અને બીજા ઝેરી મિશ્રણો ના ઉપયાગ થી 
ફૂગ નું ઉત્પાદન વધે છે,
લોહ તત્વ, કોપરઅને  ઝીંક  ની ઉણપ થી પણ આ રોગ ફેલાય છે.15°C થી નીચા તાપમાને આ રોગ નો ઉપદ્રવ વધે છે.
જૈવિક નિયંત્રણ
ધતૂરા ,આંકડા, અને લીમડા ના પર્ણ નો અર્ક છાંટવા થી આ રોગ નું નિયંત્રણ થાય છે.
ટ્રાઇકોડર્મા હરજીનિયમ પણ આ રોગ ના નિયંત્રણ માં તે ઉપયોગી છે,


રોગ યુક્ત છોડ ને બગીચા ની બહાર કાઢી ને તેનું પાટણ કરવું.
રોગ મુક્ત રોપા નું વાવેતર કરવું જોઈએ .
રાસાયણિક નિયંત્રણ
આ રોગ ના નિયંત્રણ માટે કેપ્ટન 0.1% ઉપયોગી છે.
જંતુનાશક દવા જેવી કે   ફોલિડોલ અથવા મેટાસિસ્ટોક્સ નો છંટકાવ કરવો.

જયારે ફૂલ આવવા ની શરૂઆત માં કારબેંડેઝીમ 0.1% 10દિવસ,15દિવસ અથવા 30 દિવસે કરવો.
ફૂલો ની સીઝન માં નેપથેલીન એસિટિક એસિડ (NAA)100 અથવા 200ppm આપવા થી આ રોગ રોકી શકાય. 
મોર (flower of mango)આવ્યા  પેલા ઝીંક,બોરોન,અને કોપર જેવા તત્વો નો છંટકાવ કરવો.


વધુ માહિતી  માટે આમારા ફેસબુકપેજ કૃષિ સેવા ગુજરાત  પર જોડાવ.
...........ધન્યવાદ .