Advertisement

Main Ad

કંટોલા ની વૈજ્ઞાનિક ખેતી [Scientific cultivation of spiny gourd]

કંટોલા ની વૈજ્ઞાનિક ખેતી 

કંકોડા એક કુકુરબીટ વર્ગનો પાક છે , જેમાં ખુબજ ઔષધીય તેમજ પૌષ્ટિક તત્વોની ભરમાર રહેલી હોય છે . કંકોડા ખાસ કરીને તેના વા ળ માટે ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે . મુખ્યત્વે વનીય વિસ્તારોમાં કંકોડા ખુબજ ઉપયોગી શાકભાજી છે . કંકોડાને સૌથી શક્તિશાળી શાકભાજી કહેવામાં આવે છે . કંકોડાને જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે જેમાં કંટોલા , કકરોલ , કરતોલી , કાન્કડ તથા ભાટ કારેલા જેવા છે . કંકોડા ભારતભરમાં મળી આવતો પાક છે . ખાસ કરીને કંકોડામાં રહેલ ઔષધીય તેમજ પૌષ્ટિક ગુણો ના લીધે યુવાન તેમજ વયસ્ક વ્યક્તિઓ ખુબજ પસંદ કરે છે . 

કંકોડામાં રહેલ પોષક તત્વો , ઔષધીય ગુણો , લાંબા સમય સુધી તાકી રહેવાની ક્ષમતા , ઊંચા બજાર ભાવ અને નિકાસલક્ષી હોવાના કારણે બજારમાં લોકપ્રિય અને ખુબજ ઉંચી માંગ હોય છે . કંકોડા ખાસ કરીને ચોમાસાની ઋ તુમાં મળી આવે છે જે વનીય વિસ્તારોમાંથી આયાત કરી શહેરી બજારોમાં સારા ભાવથી વેચવામાં આવે છે . ભારતમાં કંકોડાની વૈજ્ઞાનિક ઢબે ખેતી પ્રચલિત નથી , કંકોડા મુખ્યત્વે વનીય વિસ્તારોમાં , ખેતરની વાડમાં કુદરતી રીતે થાય છે જે વરસાદી વાતાવરણ માં  ફાલે છે .

૧૦૦ ગ્રામ લીલા કંકોડામાં ૮૪.૧ % ભેજ , ૭.૭ ગ્રામ , કાર્બોહાઈડ્રેટ , ૩.૧ ગ્રામ પ્રોટીન , ૩.૧ ગ્રામ ફેટ , ૩.૦ ગ્રામ ફાઈબર તથા ૧.૧ ગ્રામ મિનરલ્સ હોય છે , સાથે સાથે ઓછા પ્રમાણમાં વિટામીનો જેવા કે , અસ્કોર્બિક એસીડ , કેરોટીન , થાયામીન , રીબોફ્લેવીન તથા નિયાસીન પણ રહેલા છે . કંકોડા સ્વાદિષ્ટ હોવાના કારણે ખુબજ લોકપ્રિય છે . કંકોડા માટે કહેવામાં આવે છે કે તેમાં મીટ ( માંસાહાર ) કરતા ૫૦ ગણું પ્રોટીન હોય છે . પ્રાચીન ભારતીય ગ્રંથ આયુર્વેદમાં પણ કંકોડાના ફાયદાનો ઉલ્લેખ કરેલો છે .

કંકોડાના ફાયદા
કંકોડા ખુબજ શક્તિવાન હોવાથી શરીર ખુબજ ફોલાદી બને છે .કકો SI સ્વાધ્ય ટકાવી રાખનાર તથા જીવન લગાવે છે . કંકોડા ખાવાથી શરીરમાં ફાઈટોકેમીકલ્સ વધે છે . કંકોડામાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડેંટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખે છે . હાઈ બ્લડ પ્રેશર , અશક્તિ , હાઈ કોલેસ્ટેરોલ જેવી બીમારીઓથી પીડાતા લોકોએ શકય એટલા વધારે કંકોડા ખાવા જોઈએ , કંકોડામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર શરીર માટે રામબાણ ગણાય છે . કંકોડાનું અથાણું પણ બનાવી શકાય છે . પાચનશક્તિ વધારનાર છે . કંકોડા કેન્સર જેવા અસાધ્ય રોગ સામે પણ પ્રતિકારક શક્તિ ધરાવે છે . આ ઉપરાંત નેત્ર રોગ , શરદી - ખાંસી માટે પણ લાભદાયી છે . વજન ઘટાડવામાં પણ સાર્થક છે .

ભારતમાં કંકોડાની ખેતી
કંકોડાની વૈજ્ઞાનિક ઢબે ખેતી વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી , કંકોડા ખાસ કરીને વનીય વિસ્તારોમાં , પર્વતીય વિસ્તારોમાં તથા ખેતરોની વાડમાં કુદરતી રીતે થતો પાક છે . વન્ય વિસ્તારોમાં કંકોડા ખુબજ અગત્યનું શાકભાજી તો છે જ પણ સાથે સાથે ઊંચા બજાર ભાવના કારણે સારી આવક પણ રળી આપે છે . છતાં પણ ભારતના અમુક વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ કંકોડાની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની શરૂઆત કરી છે અને એકમ વિસ્તારમાંથી સારા પ્રમાણમાં ઉત્પાદન લઇ સારી આવક મેળવે છે . ગુજરાતમાં પણ વડોદરા જીલ્લાના કરજણ તાલુકો તથા ગીર સોમનાથ જીલ્લામાં પણ કંકોડાની આવકલક્ષી ખેતી થાય છે .
કંકોડાની ખેતી કરવામાટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાના મુદ્દા
 જમીન તથા હવામાનઃ
- કંકોડાના પાકને વધુ પાણી માફક ના આવતું હોવાથી પાણી ના ભરાતું હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ . કંકોડાના પાકને ગરમ ભેજ વાળું હવામાન વધારે માફક આવે છે .
વાવણીનો સમય : -
 કંકોડાની ખેતી કરતા ખેડૂતો એપ્રિલ માસ પૂરો થતા અને મે માસની શરૂઆતમાં કંકોડાનું વાવેતર કરતા હોય છે . આ રીતે ખેતી કરતા ખેડૂતો પાસે પિયત પાણીની વ્યવસ્થા હોવી જરૂરી છે .
બિયારણઃ-

સામાન્ય રીતે કંકોડાનું વાવેતર ત્રણ પ્રકારે થાય છે , જેમાં બીજ દ્વારા , મૂળ ગાંઠ દ્વારા તથા ટીસ્યુ કલ્ચર છોડ દ્વારા કરવામાં આવે છે . ખેડૂતો બીજ દ્વારા વાવેતર કરવાનો આગ્રહ વધારે રાખે છે જે પ્રમાણમાં ઓછા ખર્ચમાં થાય છે . બીજ માટે ખેડૂતો ગત પાકમાંથી પાકા કંકોડા વીણી અને એમાંથી દાણા કાઢી બીજને રાખનો પટ આપી સંગ્રહ કરતા હોય છે અથવા બીજા ખેડૂત જોડેથી મેળવી વાવેતર માટે ઉપયોગમાં લેતા હોય છે . મૂળ ગાંઠ દ્વારા વાવેતર માટે આખું વર્ષ મૂળગાંઠને જમીનમાં રહેવા દેવામાં આવે છે જે વરસાદ થયે આપોઆપ ફૂટી નીકળે છે પરંતુ ઓછી ઉત્પાદન ક્ષમતા તથા વધારે રોગ જીવાતના કારણે ખેડૂતો અવગણે છે . ટીસ્યુ કલ્ચર દ્વારા તૈયાર કરાયેલ રોપા પણ વાવણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે .
વાવણી અંતર : -
કંકોડા મુખ્યત્વે બે હાર વચ્ચે ૫ થી ૬ અને એક હારમાં બે છોડ વચ્ચે ૧.૫ થી ૨ ફૂટનો . ગાળો રાખી ખામણા દીઠ બે થી ત્રણ બીજ મૂકી વાવેતર કરવામાં આવે છે .
 બીજનો દર : -
એક હેક્ટર દીઠ લગભગ ૮.૦ કી.ગ્રા . બીજની જરૂરિયાત રહે છે . વરસાદ પ્રેમી પાક હોવાથી ઉગાવાનો દર ઓછો રહે છે જેથી ખામણા દીઠ વધારે બીજ મુકવા પડે છે .
પિયત  વ્યવસ્થા : 
દરમ્યાન થતા હોવાથી વધારે પિયત પાણીની જરૂરિયાત રહેતી નથી પરંતુ વાવણી વખતે એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયા અથવા મે માસની શરૂઆતમાં સારા ઉગવા તથા વિકાસ માટે વરસાદ આવે ત્યાર સુધી પિયત પાણીની જરૂરિયાત રહે છે . તે માટે ટપક પદ્ધતિ દ્વારા પિયત આપવું ખુબજ હિતાવહ છે . વરસાદ ના આવે ત્યાર સુધી દર બે દિવસે એક કલાક ટપક પદ્ધતિથી પિયત આપવું . ચોમાસા દરમ્યાન વરસાદની ખેંચ વર્તાય ત્યારે પિયત આપવું .
ખાતર વ્યવસ્થાપથા - 
પાયામાં ચાસમાં સારું કહોવાયેલું છાણીયું ખાતર નાખવું , ત્યારબાદ ઉભા પાકમાં જરૂર જણાયે ખાતરો આપવા . કંકોડાના પાકને વધુ પડતા ખાતરની જરૂરિયાત નથી .
નર - માદા ના છોડની જાળવણી :

કકોડાનો છોડ ડાયોસીયસ ( એકલિંગાશ્રયી ) હોવાથી નર અને માદાના અલગ અલગ છોડ હોય છે . જેથી કરીને બંને છોડની જાળવણી કરવી પડતી હોય છે . બીજ દ્વારા નર માદા ઓળખી શકાતા નથી , ફૂલ આવ્યા પછી જ ઓળખી શકાય છે . 
વાવેતર ના ૪૦ થી ૪૫ દિવસ બાદ વરસાદ થાય ત્યારે છોડમાં ફૂલ બેસતા હોય છે ત્યારબાદ છોડ નર છે કે માદા છે એની ખબર પડતી હોય છે . સામાન્યરીતે નર છોડમાં ળ બેસતા નથી પરંતુ માદા છોડમાં પરાગનયન માટે નર છોડની જરૂરિયાત રહેતી હોય છે . જે માટે એક હારમાં ૨૦-૨૫ ફૂટ ના અંતરે એક નર છોડ રહે એ રીતે બાકીના નર છોડને ઉખાડી નાખવી તથા એક ખામણા દીઠ એક તંદુરસ્ત માદા છોડ રહે એ રીતે બાકીના છોડ કાઢી નાખવા. 

પાળા ચઢાવવાઃ- 
કંકોડાના છોડના સારા વિકાસ માટે અને વધુ પાણીથી બચાવવા માટે પાળા ચઢાવવી ખુબજ આવશ્યક છે . જેથી નર - માદા છોડની જાળવણી કર્યા બાદ પાળા ચઢાવવા.
માંડવા પધ્ધતિઃ- 


કંકોડાનું સારું ઉત્પાદન લેવા માટે માંડવા બનાવવા ખુબજ જરૂરી છે . માંડવા બનાવવા માટે કપાસની કરાંટી ( જુના કપાસના છોડ ) નો ઉપયોગ થાય છે . બજારમાં મળતી નાયલોન જાળીનો પણ ઉપયોગ કરી શકાય છે.પાળા પર કપાસની કરાંટી ઉભી કરી તેને હારમાં બરાબર બાંધી છોડના વેલા ઉપર ચડાવવામાં આવે છે . આ રીતે કરવાથી બે હાર ની વચ્ચે સહેલાઈથી ખેતી કાર્યો કરી શકાય છે તથા લણણી કરી શકાય છે .
રોગ અને જીવાતોઃ- 
રોગમાં વાઇરસ જન્ય રોગ તથા જીવાતોમાં ખાસ કરીને ચુસીયા પ્રકારની જીવતો જેવી કે સદ્દ માખી , લીલા તડતડીયા , થ્રીપ્સ તથા ફળમાખી મુખ્ય જીવાતો છે , જેનું નિયંત્રણ કરવું પડે છે.
   વીણીઃ-

સામાન્ય રીતે વરસાદ આવ્યા બાદ તરત જ ઉત્પાદન મળવાનું ચાલુ થઇ જાય છે , જે માટે દર ચાર દિવસે એક વાર વીણી કરવી આવશ્યક છે . સામાન્યરીતે સપ્ટેમ્બર માસ સુધી ૨૦-૨૫ વીણી લઇ શકાય છે . વીણી કરતી વખતે સારા ઘટ લીલા રંગના કંકોડા અલગ તારવવા.પાકેલા કંકોડાનો આવતી સીઝન માટે બિયારણ તરીકે ઉપયોગ કરવો .
ઉત્પાદન અને આવક : -

ઉપરોક્ત પદ્ધતિ પ્રમાણે કંકોડાની ખેતી કરવાથી ખેડૂતો લગભગ ૧૦૦ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મેળવે છે જેનો બજારમાં સારો ભાવ મળતા સારી આવક મળે છે .

Post a Comment

0 Comments