વનસ્પતિ :- અરડૂસી

વૈજ્ઞાનિક નામ:- જુસ્ટિસીયા એધાતોડા
કૂળ :- એકેન્થેસિયા


અરડૂસી વિશે :-

અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. 
એનો સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. 
એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. 
ઔષધિઓીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે. 
અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. 
અરડુસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તંભક અને જ્વરઘ્ન છે. 
શીતવીર્ય, હૃદયને હીતકારી, લઘુ, તીખી, કડવી અને સ્વર-ગળાને હીતાવહ છે. 
તેયુકારક અને સારક છે. અરડુસી કફ, રક્તપીત્ત, ખાંસી, ઉલટી, તાવ, પ્રમેહ, કોઢ, કમળો, ક્ષય, શીતપીત્ત, અરુચી, તૃષા તથા દમ-શ્વાસ મટાડે છે. 
કફનારોગો કરતાં જુના રોગોમાં વધારે લાભપ્રદ છે. 

અરડૂસી ના ઉપયોગ :-
  • અરડૂસીનાં તાંજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાજં ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે.
  • નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.
  • અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપીત્ત, કફજ્વર, ફ્લુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

    અરડુસી લીવરના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરીણામ આપે છે. અરડુસીનાં પાન અને ફુલને ધોઈને કાઢેલા ત્રણથી ચાર ચમચી જેટલા રસમાં બે ચમચી મધ અને એક ચમચી સાકર નાખી સવાર-સાંજ પીવાથી કફપીત્તજ્વર, રક્તપીત્ત તથા કમળાનો નાશ થાય છે.

    અરડુસીનું લાંબા સમય સુધી સેવન ક્ષયના દર્દી માટે આશીર્વાદ સમાન છે.

    અરડુસીના પાનનો રસ બે-બે ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે, ક્ષય, લોહીવા, હરસ અને રક્તપ્રવાહીકામાં લાભ થાય છે.

    એકથી બે ચમચી અરડુસીના રસમાં એટલું જ મધ મેળવી સવાર-સાંજ પીવાથી ઉધરસ મટે છે.

    અરડુસીના રસમાં ફુલાવેલો ટંકણખાર બે ચણોઠી જેટલો મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફ છુટો પડી નીકળી જાય છે.

    અરડુસીનાં પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકર નાખી પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો તે બંધ થાય છે.

    બે ચમચી અરડુસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મીશ્ર કરી તેમાં અડધી ચમચી ત્રીફળા ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી દમ-શ્વાસ મટે છે.

    અરડુસીનાં પક્વ-પુર્ણ ફુલ છાંયડે સુકવી તેનું અડધી ચમચી ચુર્ણ એટલા જ મધ અને-સાકર સાથે મીશ્ર કરી ચાટવાથી રક્તપીત્ત અને રક્તસ્રાવ મટે છે.

    અરડુસીના મુળનો ઉકાળો મુત્રાવરોધ મટાડે છે.

    અરડુસીનાં લીલાંછમ તાજાં પાનનો ત્રણથી ચાર ચમચી રસ કાઢી તેમાં બે ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, શ્વાસ, કફના રોગો, કમળો અને કફજ્વરમાં ફાયદો થાય છે. અરડુસીમાંથી બનાવવામાં આવતો વાસાવલેહ  પણ કફના રોગોમાં ખુબ જ ઉપયોગી છે.
  • અરડુસીનાપાંદડાંનો ફુલો સહીત રસ કાઢી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવાથી થોડા દીવસોમાં જ દમ, ઉધરસ અને કફક્ષય દુર થાય છે.

    જો અરડુસીના ઉકાળાને ઠંડો પાડી તેમાં મધ નાખી સવાર-સાંજ પીવામાં આવે તો થોડા દીવસમાં કફના રોગો મટી જાય છે.

    અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.

    ગરમ ચામાં અરડુસીનો રસ અને સહેજ સંચળ નાખી પીવાથી જાડો કફ છુટો પડી જાય છે.

    અરડુસીનો કાઢો પીવાથી મુત્રાઘાત મટે છે. વાસાદી ક્વાથ અરડુસી, દ્રાક્ષ અને હરડે આ ત્રણે ઔષધના સરખા વજને-સરખા ભાગે બનાવેલા અડધા કપ જેટલા ઉકાળામાં ત્રણ ચમચી મધ અને એક ચમચી સાકર મેળવીને સવાર-સાંજ બે વખત પીવામાં આવે તો રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, શ્વાસ-દમ, જુની શરદી વગેરે કફના રોગો મટે છે. જીર્ણજ્વર, કફનો જ્વર અને પીત્તજ્વર પણ મટે છે